Traffic Tail

કોસંબા પોલીસે કબ્જે લીધેલા વાહનોને પરત લઇ જવા વાહનમાલિકોને આખરી ૧૫ દિવસની તક: દાવો ન થયેલા વાહનોની હરાજી કરાશે

SHARE:

કોસંબા પોલીસે કબ્જે લીધેલા વાહનોને પરત લઇ જવા વાહનમાલિકોને આખરી ૧૫ દિવસની તક: દાવો ન થયેલા વાહનોની હરાજી કરાશે
કોસંબા પોલીસ સ્ટેશનમાં જી.પી.એક્ટ મુજબ કબ્જે કરવામાં આવેલા વાહનોના માલિકોને અવાર-નવાર પોતાના વાહન છોડાવી જવા ટપાલ દ્વારા નોટીસોથી જાણ કરવા છતાં વાહનો છોડાવ્યા ન હોવાથી માંગરોળના એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટે એક જાહેરનામાં દ્વારા વાહનોના માલિકો, લોન આપનાર બેન્કો, વીમા- ફાયનાન્સ કંપનીઓ તથા હક્ક કે દાવો પ્રસિધ્ધ કરવા ઈચ્છુકોને ૧૫ દિવસની તક આપી છે.
આ નિશ્ચિત સમયમર્યાદામાં વાહન પરત લઈ ન જનાર વાહનમાલિકો વાહન છોડાવવા માંગતા નથી તેમ સમજી હરાજીની પ્રક્રિયા કરાશે. વાહનોનુ લિસ્ટ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની વેબસાઈટ http://spsurat.gujarat.gov.in પર અપલોડ કર્યું હોવાનું કોસંબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!